Posts

2

Image
માવજી કાકા ટપાલ વિભાગના કર્મચારી હતા, માવજી કાકા માધોપુર તેમજ તેના નજીકનાં ગામડાઓમાં પત્ર વિતરણ કરવાનું કામ કરતા. આ કામ તેઓ ઘણા વર્ષોથી કરી રહ્યા હતા. અને ઘણા વર્ષોથી આ કામ કરી રહ્યા હોવાથી ઘણા સરનામાં તો તેઓને મોઢે જ રહી ગયા હતા. એક દિવસ તેમને એક પત્ર મળ્યો, જેમાં સરનામું તો માધોપુરની નજીકનું હતું. પરંતુ આ જ દિવસ પહેલા તેમણે તે સરનામા ઉપર કોઈ પત્ર મોકલ્યો હતો. કાકા ની યાદશક્તિ પણ સારી હતી તેને આ સરનામું અત્યંત નવું લાગી રહ્યું હતું. દરરોજની જેમ જ તેણે પોતાની બેગ લીધી અને પત્ર વહેંચવા માટે નીકળી પડ્યા, બધા પત્ર એક પછી એક વિતરણ કરવા લાગ્યા. બધા પત્ર દેવાઈ ગયા પછી પેલા નવા સરનામે જવાનું થયું, તેઓ નવા સરનામાં બાજુ ચાલતા થયા. થોડું આમતેમ શોધ્યા પછી અંતે તેમણે નવું સરનામું શોધી લીધું અને ઘર મળી ગયું એટલે ઘર પાસે જઈને એક અવાજ માર્યો “પોસ્ટ મેન” એક છોકરી નો અંદરથી અવાજ આવ્યો કાકા દરવાજાની નીચેથી પત્ર સરકાવી દો. કાકા મનમાં ને મનમાં વિચારવા લાગ્યા કે કેવી છે આ છોકરી, હું આટલા દૂરથી એક પત્ર લઈને આવી શકું છું અને તે મહારાણી જુઓ માત્ર બારણા સુધી પણ નથી આવી શકતી. અરે બહાર આવો, આ રજીસ્ટ્રી છે તમારે ...
Image
પવન એક ગરીબ ઘર નો દીકરો હતો. તેના પિતાજી છૂટક મજૂરી કરીને ઘરનું ગુજરાન ચલાવતા હતા. ગરીબ ઘરનો હોવાથી સુખ સુવિધાથી વંચિત હતો. અને ભણવામાં પણ ધ્યાન મધ્યમ રહેતું, છતાં પણ સરકારી સહાયના હિસાબે એન્જીનીયરની પરીક્ષા આપી હતી. તેની જરૂરિયાત તેના પિતા બહુ તકલીફ ભોગવીને પુરી કરતા. અને પવન પણ પિતાજી ની સાથે મજૂરી કરવા ચાલ્યો જતો. અને ગામ ના શ્રીમંતો ના ઘર માં પણ મજૂરી નું જે પણ કામ હોય તે બધું કરતો. પરીક્ષા ના પરિણામમાં પવન નાપાસ થયો હતો, અને ખૂબ ઉદાસ રહેતો. કારણ કે તેના પિતાજી એ તેને ખૂબ માર માર્યો અને ગુસ્સે થયા હતા. અને કહ્યું કે તું પણ મારી જેમ મજૂરી એ લાગી જા, ભણવું એ તારા બસની વાત નથી ભણી ને તું ક્યાં કોઈ મોટો સાહેબ બની જવાનો છે, ભણેલા પણ નોકરી માટે ધક્કા ખાઈ રહ્યા છે. પવનને આ બધું સાંભળી ને રાત્રે નીંદર પણ આવતી નહિ, અને ખાટલા પર સૂતો રહેતો. અને વિચારતો કે હું પણ પિતાજી ની જેમ જ આખી જિંદગી મજૂરી જ કરીશ. શું મારી માં આખી જિંદગી લોકો ના કપડાં વાસણ સાફ કરતી રહી, અને શેઠાણી ના મેણાં ટોણા સાંભળતી રહી. અને મારા માં એવી શું ખામી છે કે નાપાસ થયો? જે પાસ થયા એ પણ મારા જેવા જ છે, તેના મગજ પણ મારા જેવા ...